દિવાળી બાદ બજાર ખુલતા કપાસના ભાવમાં માથું ફાડે એવી તેજી, ભાવ આટલા હજારને પાર…
આ વર્ષે કપાસના ભાવ ખૂબ સારા એવા પ્રમાણમાં જોવા મળી રહ્યા છે. કપાસના ભાવ સારા એવા બોલાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. દરેક માર્કેટ યાર્ડના કપાસના ભાવમાં મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે. એપીએમસી માર્કેટ યાર્ડના કપાસના સરેરાશ 6900 રૂપિયાથી લઈને મહત્તમ ભાવ 10258 રૂપિયા પ્રતિ ક્વિન્ટલના ભાવ બોલાયા હતા. આ વખતે કપાસનું સારું વાવેતર થયું છે.
અમરેલીના માર્કેટયાર્ડ કપાસના સરેરાશ 8101 રૂપિયાથી લઈને મહત્તમ ભાવ 9852 રૂપિયાને પાર પહોંચી ગયા છે. બાબરા માર્કેટ યાર્ડના કપાસના ભાવ 9,850 રૂપિયાથી લઈને મહત્તમ ભાવ 10,300 રૂપિયા ને પાર પહોંચી ગયા છે.
ભાવનગરના માર્કેટ યાર્ડમાં કપાસના સરેરાશ ભાવ 9,225 થી લઈને મહત્તમ ભાવ 10,825 રૂપિયા બોલતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. માર્કેટયાર્ડમાં કપાસ ના બજાર 9,500 રુપીયા થી લઈને 11,400 રૂપિયાને પાર પહોંચી જતાં ખેડૂતો માટે ખુશીની લાગણી છવાઈ ગઈ છે.
વિસાવદરના માર્કેટ યાર્ડના કપાસના ભાવ 9120 રૂપિયાથી લઈને મહત્તમ ભાવ 11010 રૂપિયા જોવા મળ્યો છે. સૌરાષ્ટ્ર કાઠીયાવાડી કપાસના ભાવ ખૂબ સારા એવા પ્રમાણમાં બોલાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
મોરબી વાંકાનેર માર્કેટ યાર્ડમાં કપાસના સરેરાશ 9000 રૂપિયાથી લઈને મહત્તમ ભાવ 10,230 રૂપિયાને પાર પહોંચી ગયા છે. રાજકોટ જસદણ માર્કેટ યાર્ડ માં સરેરાશ 9585 થી લઈને મહત્તમ ભાવ 10255 રૂપિયા ને પાર પહોંચી ગયા છે. દિવાળી બાદ માર્કેટ યાર્ડ ખુલતાની સાથે જ સારો ભાવ બોલાતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.
કપાસના સારા એવા ભાવ બોલાઇ રહ્યા છે. આ વખતે કપાસનું સારું વાવેતર થયું છે. સાથે સાથે ખેડૂતોને સારા એવા ભાવ પણ મળી રહેશે તેવું માર્કેટ યાર્ડના નિષ્ણાંતોએ જણાવ્યું છે. હજુ કપાસની સીઝન શરૂ થઈ હોવાથી કપાસની આવક ઓછી થઈ રહી છે. જેના કારણે ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે તેવું નિષ્ણાતોએ જણાવ્યું હતું.